Corona Update: નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો
નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: નવા વર્ષમાં કોરોના (Corona virus) મહામારીથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે જ એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં નવા 20,021 દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20,021 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,02,07,871 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2,77,301 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 97,82,669 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 279 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,47,901 પર પહોંચી ગયો છે.
India reports 20,021 new COVID-19 cases, 21,131 recoveries, and 279 deaths in last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,02,07,871
Active cases: 2,77,301
Total recoveries: 97,82,669
Death toll: 1,47,901 pic.twitter.com/4rp0O5MswG
— ANI (@ANI) December 28, 2020
રિકવરી રેટ 95.83% થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે કોરોના રિકવરી રેટ 90 ટકા ઉપર પહોંચી ગયો છે. ભારતનો કોરોના રિકવરી રેટ હાલ 95.83% પર પહોંચ્યો છે. વિશ્વના અન્ય દેશોની સાથે સરખામણી કરીએ તો વિશ્વમાં પર મિલિયન કોરોના કેસની સંખ્યા જ્યાં અમેરિકામાં સૌથી વધુ 56340 છે જ્યાં ભારતમાં 7397 છે. અમેરિકા પછી બીજા નંબરે ફ્રાન્સ, ત્રીજા ક્રમે બ્રાઝીલ, ચોથા ક્રમે ઈટાલી, પાંચમા ક્રમે યુકે, પછી રશિયા આવે છે.
Daily recoveries outnumbered daily new cases for more than a month now. Total recoveries are nearing 98 lakhs (97,82,669). Recovery Rate has also increased to 95.83%. Gap between recoveries & active cases is consistently widening & has crossed 95 lakh today: Ministry of Health https://t.co/62ZpOlrZTM pic.twitter.com/cUfrPQDwgY
— ANI (@ANI) December 28, 2020
ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ
દેશના ચાર રાજ્યોમાં કોરોના રસી આપતા પહેલા તૈયારીઓની સમીક્ષા માટે ડ્રાય રન કરવામાં આવી રહી છે. આ ચાર રાજ્યો પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત છે. આ ચારેય રાજ્યોના બે જિલ્લાઓમાં પાંચ જગ્યાઓ પર ડ્રાય રન કરવામાં આવનાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે